શૈક્ષણિક વર્ષમાં 23 નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે:
- Pratik Patel
- Aug 18, 2023
- 1 min read
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માં 24 જેટલા નવા કોર્સ શરૂ કરવાનો એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીના હિંદુ સ્ટડીઝ વિભાગમાં બી.એ. ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટ્ડીઝનો નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે એવી જાણકારી યુનિવર્સિટી તરફથી મળી રહી છે.
ગુરૂવારની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં બી.એ ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટ્ડીઝનો નવો અભ્યાસક્રમ શરૂ કરવા સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ છે. યુનિવર્સિટીના હિન્દુ સ્ટ્ડીઝ અંતર્ગત આ કોર્સ શરૂ કરાશે. જેની એડહોક સમિતિ બનાવવાની સત્તા કુલપિતને આપી છે. આ ઉપરાંત બેઠકમાં 23 નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી અપાઈ છે. આ કોર્સ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ કરાશે. બે નવા પીએચ.ડી ગાઇડને પણ મંજૂરી અપાઈ છે.
BBA પરીક્ષાની તારીખ જાહેર
એકેડેમિક કાઉન્સિલે બીબીએની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી છે. જેમાં સેમેસ્ટર 1ની પરીક્ષા 2 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે, જ્યારે બીબીએ સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા 25 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

Comments